Bollywood Diva : 500 રૂપિયા લઈને મુંબઈ આવી હતી આ હસીના, ધોની ફિલ્મના કારણે રાતોરાત બની ગઈ સ્ટાર!
3 hours from now
દિશા પટનીનું નામ બોલીવુડની એ એક્ટ્રેસીસમાં સામેલ છે, જેણે પોતાના અભિનયની સાથે-સાથે પોતાની સુંદરતા અને ફિટનેસને લઈને ભારે ચર્ચા જગાવી છે. દિશા પોતાના કરિયરમાં કેટલીય હિટ ફિલ્મોનો હિસ્સો રહી છે અને તે હોલીવુડમાં પણ પોતાનું નસીબ અજમાવી ચૂકી છે. જો કે, આ મુકામ સુધી પહોંચવા માટે તેણે ખૂબ મહેનત કરી છે.દિશા પટનીનું ફેમિલી બેકગ્રાઉન્ડદિશા પટનીનો જન્મ 13 જૂન 1992ના રોજ ઉત્તર પ્રદેશના બરેલીમાં થયો હતો. તે હિન્દુ કુમાઉની રાજપૂત પરિવારમાંથી આવે છે. તેના પિતા જગદીશ સિંહ પટની એક પોલીસ ઓફિસર છે. તેના માતા પદ્મા પટની હેલ્થ ઇન્સ્પેક્ટર છે. દિશાની મોટી બહેન ખુશબુ પટની ભારતીય સેનામાં મેજર રહી ચૂકી છે અને હવે તેઓ એક ફિટનેસ કોચ અને એન્ટરપ્રિન્યોર છે. દિશાનો એક નાનો ભાઈ પણ છે, જેનું નામ સૂર્યાંશ પટની છે.દિશા પટની કેટલું ભણેલી છે?દિશા પટની એ પોતાનો પ્રારંભિક અભ્યાસ બરેલીની બીબીએલ પબ્લિક સ્કૂલમાંથી પૂરો કર્યો હતો. આ પછી તેણે લખનઉ સ્થિત એમિટી યુનિવર્સિટીમાંથી કોમ્પ્યુટર સાયન્સ અને એન્જિનિયરિંગમાં એડમિશન લીધું હતું, પરંતુ મોડેલિંગ અને એક્ટિંગમાં કરિયર બનાવવાના કારણે તેમણે બીજા વર્ષમાં જ કોલેજ છોડી દીધી હતી. દિશા પટની પોન્ડ્સ ફેમિના મિસ ઇન્ડિયા ઇન્દોર 2013 માં ફર્સ્ટ રનર-અપ પણ રહી ચૂકી છે.500 રૂપિયા લઈને માયાનગરી પહોંચી હતી દિશા પટની ઇન્ડિયા ટુડેના અહેવાલ અનુસાર, દિશા પટની ખિસ્સામાં માત્ર 500 રૂપિયા લઈને મુંબઈ આવ્યા હતા. તેણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, હું મારા ઘરેથી માત્ર 500 રૂપિયા લઈને નીકળી હતી. હું હંમેશાથી પાયલટ બનવા માગતી હતી. મેં મુંબઈની એક સ્પર્ધામાં ભાગ લીધો અને મને ઓડિશન માટે ફોન આવવા લાગ્યા હતા.દિશા પટનીની ડેબ્યુ ફિલ્મદિશા પટની એ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 2015માં આવેલી તેલુગુ ફિલ્મ 'લોફર' થી કરી હતી. આમાં તેણે મૌની નામની એક છોકરીનો રોલ ભજવ્યો હતો. આ ફિલ્મના હીરો વરુણ તેજ હતા. જો કે, પુરી જગન્નાથના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ઊંધા માથે પછડાઈ હતી.રાતોરાત આ ફિલ્મથી મળી પ્રસિદ્ધિદિશાએ વર્ષ 2016માં બોલીવુડ તરફ પ્રયાણ કર્યું. તેની પહેલી હિન્દી ફિલ્મ એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી હતી. આમાં તેણે સુશાંત સિંહ રાજપૂત અને કિયારા અડવાણી જેવા એક્ટર્સ સાથે કામ કર્યું હતું. આ ફિલ્મમાં દિશાએ મહેન્દ્ર સિંહ ધોનીની એક્સ ગર્લફ્રેન્ડ પ્રિયંકા ઝાનું પાત્ર ભજવ્યું હતું. ભલે ફિલ્મમાં દિશાનો રોલ નાનો હતો, પરંતુ તેની સ્ક્રીન પ્રેઝન્સ અને એક્ટિંગને દર્શકોએ ખૂબ જ બિરદાવી હતી. આ જ ફિલ્મ દ્વારા દિશાએ ઇન્ડસ્ટ્રીમાં પોતાની મજબૂત ઓળખ બનાવી અને તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી.દિશા પટનીએ આ હિટ ફિલ્મોમાં કર્યું કામદિશા પટની એ પોતાના કરિયરમાં કેટલીય હિટ ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાં એમ.એસ. ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી (216 કરોડ રૂપિયા), કુન્ગુ ફૂ યોગા (1200 કરોડ રૂપિયા), બાઘી 2 (254.33 કરોડ રૂપિયા), ભારત (325.58 કરોડ રૂપિયા), મલંગ (84.50 કરોડ રૂપિયા) અને એક વિલન રિટર્ન્સ (67 કરોડ રૂપિયા) સામેલ છે. આ ફિલ્મો દ્વારા તેમણે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે.દિશા પટનીની અપકમિંગ મૂવીઝદિશા પટનીની આગામી ફિલ્મોની વાત કરીએ તો તે ટૂંક સમયમાં જ ફિલ્મ વેલકમ ટુ ધ જંગલમાં જોવા મળશે. આ એક મલ્ટી સ્ટારર ફિલ્મ છે. આમાં દિશા પટની સિવાય અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી, પરેશ રાવલ, નાના પાટેકર, રાજપાલ યાદવ, જોની લીવર, દલેર મહેંદી, રવીના ટંડન, જેકલીન ફર્નાન્ડીઝ, અર્શદ વારસી, જેકી શ્રોફ, લારા દત્તા, શ્રેયસ તલપડે, કીકુ શારદા, ક્રિષ્ના અભિષેક જેવા તમામ સ્ટાર્સ છે. આ એક્શન કોમેડી ફિલ્મ 26 જૂનના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.આ પણ વાંચો-Breakup Song : સમય બદલાયો, યુગ બદલાયો...પણ આજેય તૂટેલા દિલની દવા છે આ 30 વર્ષ જૂનું ગીત!
Click here to Read more
