Dhamaal 4નું ધમાકેદાર ટ્રેલર જોઈ ફેન્સ હસવાનું ના રોકી શકયા, અજય, અરશદ અને રિતેશનો તડકો મચાવશે ધમાલ
3 hours from now
બોલીવુડની ફિલ્મોમાં સિકવલનો ટ્રેન્ડ છે. હવે આ શ્રેણીમાં વધુ એક ફિલ્મ દર્શકોનું મનોરંજન કરવા આવી રહી છે. ધુરંધર અને પેડ્ડી જેવી એકશન ફિલ્મો દર્શકોને ભલે પસંદ આવે પરંતુ પરિવાર સાથે જોવી અશકય બને છે. તમે લાંબા સમયથી કોઈ શુદ્ધ કોમેડી ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો તમારી આતુરતાનો અંત આવ્યો છે. અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની સુપરહિટ ગેંગ ફરી એકવાર થિયેટરોમાં તોફાન મચાવવા તૈયાર છે. ફિલ્મ 'ધમાલ ૪' નું ટ્રેલર સત્તાવાર રીતે રિલીઝ થઈ ગયું છે. ધમાલનું ટ્રેલર જોઈ ફેન્સ હસીને લોટપોટ થઈ ગયા.ધમાલ-4નું ટ્રેલર ફેન્સને પસંદ આવ્યુંધમાલ-4માં અગાઉની સીરીઝ કરતાં પણ બમણી કોમેડી અને કન્ફ્યુઝન જોવા મળી રહ્યું છે. ધમાલનું ટ્રેલર ફેન્સને ખૂબ પસંદ આવ્યું છે. એ જોતા લાગે છે કે ફિલ્મ બોક્સ ઓફિસ પર કમાલ કરશે. 'ધમાલ ૪' ના ટ્રેલરની વાત કરીએ તો, આ વખતે પણ વાર્તા કોમેડીના એક અનોખા ખજાનાની શોધ પર આધારિત છે. જોકે, આ વખતે ડિરેક્ટર ઇન્દ્ર કુમારે ફિલ્મમાં કોમેડીની સાથે હોરર (ભૂતિયા) એલિમેન્ટ પણ ઉમેર્યું છે. આ ઉપરાંત, ફિલ્મમાં એક મજેદાર ભોજપુરી ટ્વિસ્ટ પણ રાખવામાં આવ્યો છે.ધમાલમાં નવા અને જૂના કલાકારો પ્રખ્યાત ભોજપુરી સિંગર નીલકમલ સિંહનું ગીત "ફુલોરી બીના ચટણી કૈસે બાની" બેકગ્રાઉન્ડમાં સાંભળવા મળે છે, જે કોમેડીની મજા બમણી કરે છે. આ ચોથા ભાગમાં જૂની સ્ટાર કાસ્ટની સાથે કેટલાક નવા ચહેરાઓ પણ ધમાલ મચાવતા જોવા મળશે. એશા ગુપ્તા, સંજીદા શેખ, અંજલિ આનંદ, ઉપેન્દ્ર લિમયે અને વિજય પાટકર. 'સિંઘમ ૩' ની ભવ્ય સફળતા બાદ અજય દેવગણ અને રવિ કિશન ફરી એકવાર સ્ક્રીન શેર કરતા જોવા મળશે. રવિ કિશનનો આ ફિલ્મમાં તદ્દન અલગ અને કોમિક અવતાર જોવા મળી રહ્યો છે.
Click here to Read more
