Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    આ મહિનામાં લોન્ચ થશે iPhone 18 Pro અને Pro Max!, જોવા મળશે કેમેરાથી લઇને ડિઝાઇન સુધીની દરેક વસ્તુમાં બદલાવ

    1 month ago

    1

    0

    એપલ દર વર્ષે સપ્ટેમ્બરમાં તેની નવી iPhone સિરીઝ લોન્ચ કરે છે, પરંતુ આ વર્ષે iPhone 18 Pro અને Pro Max સાથે કંઈક વિશેષ થવા જઈ રહ્યું છે. લીક્સ અને અહેવાલો સૂચવે છે કે આ વખતે એપલ માત્ર પ્રોસેસર જ નહીં, પણ ડિઝાઇન અને કેમેરા ટેકનોલોજીમાં પણ ક્રાંતિકારી ફેરફારો કરવા જઈ રહી છે.ડિઝાઇન અને ડિસ્પ્લેમાં ફેરફાર વર્ષોથી ચાલી આવતી ડાયનેમિક આઇલેન્ડની ડિઝાઇનમાં આ વખતે મોટો ફેરફાર જોવા મળી શકે છે. એપલ ફેસ-આઈડી (FaceID) સેટઅપના કેટલાક ઘટકોને ડિસ્પ્લેની અંદર છુપાવવાની તૈયારી કરી રહ્યું છે. જો આમ થશે, તો યુઝર્સને પંચ-હોલ કેમેરા સાથે વધુ ક્લીન અને મોટી સ્ક્રીનનો અનુભવ મળશે. જોકે, ફોનનો એકંદર આકાર અને ટાઇટેનિયમ ફિનિશ iPhone 17 Pro જેવું જ રહેવાની શક્યતા છે. કેમેરા ટેકનોલોજી: પ્રોટોગ્રાફીનો નવો અનુભવ iPhone 18 Pro મોડેલ્સમાં પહેલીવાર વેરિયેબલ એપરચર ટેકનોલોજી જોવા મળશે. આ ફીચર વ્યાવસાયિક કેમેરા જેવું જ હશે, જે યુઝર્સને પ્રકાશના નિયંત્રણ અને ડેપ્થ ઓફ ફિલ્ડ (બ્લર ઇફેક્ટ) પર વધુ પકડ આપશે. ખાસ કરીને લો-લાઇટ ફોટોગ્રાફીમાં આ સેન્સર જાદુઈ પરિણામો આપશે. A20 Pro ચિપસેટ અને પાવરફુલ બેટરી આ ફોનનું હૃદય ગણાતી ચિપમાં મોટો અપગ્રેડ મળશે. TSMC ના 2nm આર્કિટેક્ચર પર બનેલી A20 Pro ચિપ આ ફોનને વિશ્વનો સૌથી ઝડપી સ્માર્ટફોન બનાવશે. આ ચિપસેટ વધુ કાર્યક્ષમ હોવાને કારણે બેટરીની બચત પણ કરશે. બેટરીની વાત કરીએ તો, આ વખતે એપલ 5,100mAh ની ક્ષમતા ધરાવતી બેટરી આપી શકે છે, જે અત્યાર સુધીના કોઈપણ iPhone માં સૌથી મોટી હશે. આ કારણે ફોન થોડો જાડો અને વજનમાં ભારે હોઈ શકે છે. ફોલ્ડેબલ iPhone નું આગમન સૌથી ચોંકાવનારો અહેવાલ એ છે કે એપલ આ વખતે iPhone 18 Pro ની સાથે પોતાનો પહેલો ફોલ્ડેબલ iPhone પણ રજૂ કરી શકે છે. આ એપલના ઈતિહાસમાં એક મોટો વળાંક સાબિત થશે. નોંધનીય છે કે આ સિરીઝનું બેઝ વેરિઅન્ટ (iPhone 18) હવે ફેબ્રુઆરી-માર્ચ 2027 માં લોન્ચ થવાની સંભાવના છે. આ પણ વાંચોઃ અંતરિક્ષમાં ભારતનું વધુ એક શક્તિ પ્રદર્શન, ISRO ને ગગનયાનના બીજા એર ડ્રોપ ટેસ્ટ મિશનમાં મળી સફળતા
    Click here to Read more
    Prev Article
    Google Pay નું નવું નજરાણું, એક એકાઉન્ટ અને આખો પરિવાર કરી શકશે એક સાથે પેમેન્ટ, જાણો કેવી રીતે?
    Next Article
    અંતરિક્ષમાં ભારતનું વધુ એક શક્તિ પ્રદર્શન, ISRO ને ગગનયાનના બીજા એર ડ્રોપ ટેસ્ટ મિશનમાં મળી સફળતા

    Related ટેક Updates:

    Comments (0)

      Leave a Comment