Search…

    Saved articles

    You have not yet added any article to your bookmarks!

    Browse articles

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policies, and Terms of Service.

    Khan Sir Arrest News: KGS કોચિંગ કેમ્પસ બહાર ખાન સરના સમર્થનમાં વિદ્યાર્થીઓનો હોબાળો, પોલીસ ધરપકડ કર્યા વગર પાછી ફરી

    2 hours ago

    2

    0

    બિહારના શૈક્ષણિક હબ પટનામાં ગઈકાલે આખી રાત ભારે અફડાતફડી અને તણાવનો માહોલ રહ્યો. પટનાના પ્રખ્યાત શિક્ષક ખાન સર (ફૈઝલ ખાન)ની ધરપકડ કરવા માટે પોલીસ ટીમ જ્યારે KGS (ખાન ગ્લોબલ સ્ટડીઝ) કોચિંગ કેમ્પસ પહોંચી, ત્યારે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમના સમર્થનમાં એકઠા થઈ ગયા હતા. વહીવટીતંત્રે આખી રાત કેમ્પસ પર પકડ જાળવી રાખી હતી, પરંતુ વિદ્યાર્થીઓના ભારે વિરોધ અને હઠને કારણે પોલીસ ખાન સરની ધરપકડ કરી શકી નહોતી. હાલમાં આ સમગ્ર મામલે પોલીસ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. બે દિગ્ગજ કોચિંગ સંસ્થાઓ વચ્ચેની લડાઈ બની પોલીસ કેસ આ વિવાદ કોઈ એક રાતનો નથી, પરંતુ પટનાની બે મોટી કોચિંગ સંસ્થાઓ વચ્ચે વર્ચસ્વ મેળવવાની લડાઈનું પરિણામ છે. 'ખાન ગ્લોબલ સ્ટડીઝ'ના ડિરેક્ટર ફૈઝલ ખાન (ખાન સર) અને 'જ્ઞાન બિંદુ કોચિંગ'ના ડિરેક્ટર રોશન આનંદ વચ્ચેનો આંતરિક વિવાદ હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. સોશિયલ મીડિયા પર ફાયરિંગનો એક વીડિયો વાયરલ થયા બાદ પટના પોલીસે ખાન સર વિરૂદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો (FIR) દાખલ કર્યો છે. વાયરલ વીડિયોએ બદલ્યો કેસનો મોડ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં ખાન સરના સુરક્ષા ગાર્ડ હવામાં ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા. આ ફૂટેજના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને KGS કેમ્પસમાંથી બે સુરક્ષા ગાર્ડની અટકાયત કરી છે અને તેમના હથિયારોને ફોરેન્સિક તપાસ (FSL) માટે મોકલી આપ્યા છે. શરૂઆતમાં આ કેસમાં જ્ઞાન બિંદુ કોચિંગના ડિરેક્ટર રોશન આનંદની ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ નવા વીડિયો પુરાવા સામે આવ્યા બાદ હવે પોલીસની રાડારમાં સીધા ખાન સર આવ્યા છે. પરિણામો બાદ શરૂ થયો હતો વિવાદ આ વિવાદની શરૂઆત 27 મેના રોજ બિહાર પોલીસ ભરતી પરીક્ષાના પરિણામો જાહેર થયા બાદ થઈ હતી. બંને કોચિંગ સંસ્થાઓએ એવો દાવો કર્યો કે તેમના ત્યાંથી સૌથી વધુ વિદ્યાર્થીઓ પાસ થયા છે. બંને પક્ષોએ શહેરમાં મોટા પાયે પોસ્ટરો અને બેનરો લગાવ્યા હતા. આરોપ છે કે ખાન સરના સ્ટાફે જ્ઞાન બિંદુ કોચિંગના બોર્ડ ઉપર પોતાનું બેનર લગાવી દીધું હતું. આ કેસમાં હવે હિંસક વળાંક આવ્યો છે. આ બેનર વિવાદ એટલો વધી ગયો કે 2-3 જૂનની રાત્રે બંને જૂથો વચ્ચે સામસામે પથ્થરમારો, તોડફોડ અને ફાયરિંગ જેવી હિંસક ઘટનાઓ બની હતી.ખાન સાર અને વિવાદવિદ્યાર્થીઓના આક્રોશ અને ભારે વિરોધ વચ્ચે પટના પોલીસ હવે ખાન સરની ધરપકડ કરવા માટે કેવા પગલાં લેશે અને પટનાના આ શૈક્ષણિક ક્ષેત્રમાં ચાલી રહેલી વર્ચસ્વની લડાઈનો અંત ક્યારે આવશે, તેના પર સૌની નજર ટકેલી છે. અગાઉ પણ 2022 માં, જ્યારે બિહાર અને ઉત્તર પ્રદેશમાં વિદ્યાર્થીઓએ રેલ્વે ભરતી બોર્ડ (RRB NTPC) પરીક્ષાના પરિણામો સામે હિંસક વિરોધ કર્યો હતો, ત્યારે પોલીસે ખાન સર અને પટનાના અન્ય ઘણા શિક્ષકો સામે વિદ્યાર્થીઓને ઉશ્કેરવા બદલ FIR દાખલ કરી હતી. હવે જોવાનું એ રહેશે કે વિદ્યાર્થીઓના માનીતા ખાન સરની પોલીસ અટકાયત કરી શકશે?આ પણ વાંચો : Z+ security : Z પ્લસ સુરક્ષા હટાવાતા લાલુ-રાબડી નારાજ, સરકારી સુરક્ષા પરત કરી
    Click here to Read more
    Prev Article
    How much prize money did R Praggnanandhaa win after historic Norway Chess triumph?
    Next Article
    अभिजीत दीपके ने एयरपोर्ट से बाहर निकलते ही मीडिया से क्या कहा

    Related ભારત Updates:

    Comments (0)

      Leave a Comment