મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:આ વર્ષે મોંઘવારી તેલ કાઢશે, RBIએ દેશવાસીઓને ચેતવ્યા, પુતિને ભારતને સુખોઈ-57 ઓફર કર્યું, 11 રાજ્યમાં વાવાઝોડા સાથે વરસાદ
14 hours ago
નમસ્તે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીપ પુતિને ભારતને સુખોઈ ફાઈટર જેટ બનાવવાની ઓફર આપી. બીજીતરફ, રિઝર્વ બેન્કે આ વર્ષે મોંઘવારી વધવાની આશંકા વ્યક્ત કરી છે. મોર્નિંગ ન્યૂઝ બ્રીફમાં આગળ ભાજપા છોડતા જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી તેના સમાચાર પણ જણાવીશું. ⏰ આજની ઈવેન્ટ્સ, જેના પર રહેશે નજર કોકરોચ જનતા પાર્ટી (CJP)ના ફાઉન્ડર અભિજિત દીપકે બોસ્ટનથી ભારત પરત ફરશે. તેઓ દિલ્હીમાં શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માગ અંગે દેખાવો કરશે. 📰 કાલના મોટા સમાચારો 1. પુતિને ભારતને સુખોઈ-57 ઓફર કર્યું:આ 5મી જનરેશન ફાઇટર જેટની ટેકનોલોજી પણ શેર કરીશું, અમેરિકાને કહ્યું- ભારત પર દબાણ કરવું નિરર્થક રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સુખોઈ SU-57 સ્ટીલ્થ ફાઇટર જેટ અંગે ભારતને એક મહત્વપૂર્ણ ઓફર કરી છે. તેમણે જણાવ્યું હતું કે રશિયા ભારત સાથે સંયુક્ત રીતે આ ફાઇટર પ્લેન વિકસાવવા અને તેનું ઉત્પાદન કરવા માટે તૈયાર છે. રશિયા જરુરી સંરક્ષણ ટેકનોલોજી શેર કરવા માટે પણ તૈયાર છે. પુતિને ગુરુવારે સેન્ટ પીટર્સબર્ગ ઇન્ટરનેશનલ ઇકોનોમિક ફોરમ દરમિયાન ઈન્ટરનેશનલ મીડિયા સાથે વાતચીત કરી. આ દરમિયાન તેમણે કહ્યું કે પહેલા પણ ભારતને તેના બનાવવાના પ્રોજેક્ટમાં ભાગીદાર બનવાની ઓફર આપી હતી. તે સમયે ભારતે કહ્યું હતું કે રશિયા પહેલા આ પ્રોજેક્ટને આગળ વધારે, ત્યારબાદ ભારત તેમાં સામેલ થવા પર વિચાર કરશે. સંપૂર્ણ સમાચાર વાંચો 2. આ વર્ષે મોંઘવારી વધશે- રિઝર્વ બેંકનું અનુમાન:GDP ગ્રોથનું અનુમાન 6.9% થી ઘટાડીને 6.6%; રેપો રેટ યથાવત રાખ્યો, તેથી લોનના હપ્તા નહીં વધે રિઝર્વ બેંકે નવા નાણાકીય વર્ષની બીજી મીટિંગમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. તેને 5.25% પર યથાવત રાખ્યો છે. તેનાથી લોન મોંઘી નહીં થાય અને EMI વધશે નહીં. આ સાથે, RBI એ નાણાકીય વર્ષ 2027 માટે તેના GDP ગ્રોથના અનુમાનને 6.9% થી ઘટાડીને 6.6% કર્યું છે. આ ઉપરાંત, નાણાકીય વર્ષ 2027 માં રિટેલ મોંઘવારીના અનુમાનને 4.6% થી વધારીને 5.1% કર્યું છે. RBI ગવર્નર સંજય મલ્હોત્રાએ 5 જૂને મોનેટરી પોલિસી કમિટીના નિર્ણયો વિશે માહિતી આપી હતી. આ પહેલા એપ્રિલમાં પણ રેપો રેટમાં કોઈ ફેરફાર થયો ન હતો. RBI એ છેલ્લે ડિસેમ્બર 2025 માં વ્યાજ દર 0.25% ઘટાડીને 5.25% કર્યો હતો. RBI જે દરે બેંકોને લોન આપે છે તેને રેપો રેટ કહેવાય છે. જ્યારે RBI રેપો રેટ ઘટાડે છે, ત્યારે બેંકો આ લાભ ગ્રાહકો સુધી પહોંચાડે છે. સંપૂર્ણ સમાચાર વાંચો 3. તમિલનાડુમાં ભાજપ છોડતા જ અન્નામલાઈએ નવી પાર્ટી બનાવી:આગામી ચૂંટણી લડવાની જાહેરાત; કહ્યું- મતભેદ હતા, હાઈકમાન્ડે ચૂંટણી સુધી રાહ જોવાનું કહ્યું હતું તમિલનાડુ ભાજપના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ કે. અન્નામલાઈએ શુક્રવારે નવી પાર્ટી બનાવવાની જાહેરાત કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મેસેજમાં અન્નામલાઈએ કહ્યું કે આજે અમે એક આંદોલન શરૂ કરવા જઈ રહ્યા છીએ. અમારી રાજકીય પાર્ટી તમિલનાડુમાં 2031માં આગામી વિધાનસભા ચૂંટણી લડશે. અન્નામલાઈએ કહ્યું- મારા માટે એ નક્કી કરવું ખૂબ મુશ્કેલ હતું કે હું ભાજપનો સભ્ય રહું કે તમિલ લોકો સાથે જોડાયેલો રહું. મેં 4 ડિસેમ્બર 2025ના રોજ પાર્ટીને જણાવ્યું કે હું રાજીનામું આપવા જઈ રહ્યો છું. પાર્ટીએ મને કહ્યું કે પહેલા ચૂંટણી થઈ જવા દો, પછી જાઓ. સંપૂર્ણ સમાચાર વાંચો 4. TCS કેસની પીડિતાનો ખુલાસો- પાકિસ્તાની મૌલવીઓના વીડિયો બતાવ્યા:કહ્યું- ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરો, અલ્લાહ બધા ગુના માફ કરી દેશે મહારાષ્ટ્રના નાસિકમાં ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS) ઓફિસમાં જાતીય સતામણી અને બળજબરીથી ધર્માંતરણ કેસની ચાર્જશીટમાં નવા ખુલાસા થયા છે. ચાર્જશીટ મુજબ, આરોપીઓએ સુનિયોજિત કાવતરા હેઠળ પીડિતોને નિશાન બનાવ્યા હતા. એક પીડિતાએ પોલીસને જણાવ્યું કે તેને પાકિસ્તાની ઇસ્લામિક મૌલવી તારિક જમીલ અને ઝાકિર નાઈકના વીડિયો બતાવવામાં આવતા હતા. ગયા અઠવાડિયે નાસિકની એક અદાલતમાં રજૂ કરાયેલી ચાર્જશીટ મુજબ, આ વીડિયો પીડિતોને એટલા માટે બતાવવામાં આવ્યા હતા જેથી તેઓ ઇસ્લામ વિશે જાણી શકે. આરોપીઓએ પીડિતાને કહ્યું કે તે ભજન સાંભળવાનું અને મંદિર જવાનું બંધ કરી દે. અલ્લાહ બધા ગુના માફ કરી દેશે. સંપૂર્ણ સમાચાર વાંચો 5. ભારતે દાયકાઓ સુધી અમેરિકાનો ફાયદો ઉઠાવ્યો- ટ્રમ્પ:હવે અમે ટેરિફથી ખૂબ કમાણી કરી રહ્યા છીએ, છતાં પણ ડીલ કરીશું કારણ કે હું મોદીને ખૂબ પસંદ કરું છું અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથેના વેપાર અંગે જણાવ્યું કે લાંબા સમય સુધી ભારતે અમેરિકા પર ઊંચા ટેરિફ લગાવ્યા અને તેનો ફાયદો ઉઠાવ્યો. ટ્રમ્પે દાવો કર્યો કે હવે સ્થિતિ બદલાઈ ગઈ છે અને અમેરિકા ભારત પાસેથી સારી કમાણી કરી રહ્યું છે. ટ્રમ્પે આગળ કહ્યું કે અમેરિકા અને ભારત વચ્ચે ટૂંક સમયમાં એક મોટો વેપાર કરાર પણ થઈ શકે છે કારણ કે હું મોદીને ખૂબ પસંદ કરું છું. મોદી મારા ખૂબ સારા મિત્ર છે. અમારા સંબંધો સારા છે અને અમે એકબીજાને સારી રીતે સમજીએ છીએ. સંપૂર્ણ સમાચાર વાંચો 6. 'આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે': વડાપ્રધાને કહ્યું- ‘મારી દેશવાસીઓને ગેરંટી, વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ આગળ વધતો રહેશે’ વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે પીએમ મોદી આજે (5 જૂન) ડાયમંડ સિટી સુરત અને સંઘપ્રદેશ દમણની મુલાકાત આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દમણવાસીઓને નમો એરપોર્ટ તેમજ નમો હોસ્પિટલ સહિત રૂ. 3000 કરોડના 53 પ્રોજેક્ટ્સની ભેટ આપી હતી. જેમાં કુલ 38 પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કર્યું હતું. તેમજ 15 નવી પરિયોજનાઓનો શિલાન્યાસ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સનો ઉદ્દેશ્ય દમણમાં આધુનિક સુવિધાઓ પૂરી પાડીને સર્વાંગી વિકાસ કરવાનો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો દમણમાં ભવ્ય રોડ શો યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા અને મોદી-મોદીના નારા લગાવ્યાં હતા. રોડ શો બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાઈટ માર્કેટની મુલાકાત લીધી હતી. જે બાદ હજારોની જનમેદનીને સંબોધી હતી. વડાપ્રધાને કહ્યું કે, 'આપણું દમણ ઝડપથી મિની ઈન્ડિયા બની રહ્યું છે, 'મારી દેશવાસીઓને ગેરંટી છે કે, વૈશ્વિક સંકટ વચ્ચે પણ દેશ આગળ વધતો રહેશે'. સંપૂર્ણ સમાચાર વાંચો સુરત એરપોર્ટથી સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (LT) પ્લાન્ટની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે 'મેક ઇન ઇન્ડિયા' હેઠળ તૈયાર થઈ રહેલા અત્યાધુનિક સંરક્ષણ અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાર બાદ PM મોદી ઇન્ડોર સ્ટેડિયમ પહોંચ્યા હતા. જ્યાંથી તેમણે સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના 7 જિલ્લાઓ માટે અંદાજીત રૂ.18,778 કરોડના વિવિધ 8 વિભાગોના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી. આ મેગા પ્રોજેક્ટ્સમાં રૂ.13,926 કરોડના મહત્વકાંક્ષી કાર્યોનું લોકાર્પણ અને રૂ.4,852 કરોડના વિવિધ 5 પ્રકલ્પોનું ખાતમુહૂર્ત કર્યું હતું. સંપૂર્ણ સમાચાર વાંચો 7. ચોમાસું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યું:આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ; ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી, મહીસાગરમાં ઝાપટું દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું ગોવા તથા મહારાષ્ટ્ર તરફ આગળ વધે તેવી સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને પાકિસ્તાન પર સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર હેઠળ આગામી 24 કલાકમાં ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે વીજળીના કડાકા અને હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આશંકા વ્યક્ત કરી છે. સંપૂર્ણ સમાચાર વાંચો 🎭 આજનું કાર્ટૂન ⚡ કેટલાક મહત્વના સમાચારો હેડલાઈનમાં 1. નેશનલઃ DMK 8 જૂને I.N.D.I.A. બ્લોકની બેઠકમાં સામેલ નહીં થાય:ઉદયનિધિ બોલ્યા- કોંગ્રેસે દગો કર્યો, 20 વર્ષનું ગઠબંધન તોડીને TVKને સમર્થન આપ્યું (સંપૂર્ણ સમાચાર વાંચો) 2. ઈન્ટરનેશનલઃ ટ્રમ્પે કહ્યું- ઈરાનના સુપ્રીમ લીડરને મળીને ગર્વ થશે:જો ડીલ થશે તો મુલાકાત થઈ શકે, યુરેનિયમ લેવા સેના મોકલવાના હતા, પરંતુ તેમાં જોખમ (સંપૂર્ણ સમાચાર વાંચો) 3. બિઝનેસઃ ચાંદી એક દિવસમાં ₹6,138, સોનું ₹1,896 સસ્તું:1 કિલો ચાંદી ₹2.55 લાખ, 10 ગ્રામ સોનું ₹1.54 લાખનું થયું (સંપૂર્ણ સમાચાર વાંચો) 4. નેશનલઃ તું મારી નહીં, તો કોઈની નહીં:મોહાલીમાં ઓફિસમાં છરી લઈને ગર્લફ્રેન્ડ પર તુટી પડ્યો, ઉપરાછાપરી 30 ઘા માર્યા; યુવકનો પણ આપઘાતનો પ્રયાસ (સંપૂર્ણ સમાચાર વાંચો) 5. સ્પોર્ટ્સઃ કોચ ગંભીરે કહ્યું- હું નથી ઇચ્છતો કે રિષભ પંત બદલાય:અનુભવી ખેલાડીઓએ પરિસ્થિતિઓનું સન્માન કરવું જોઈએ; સુદર્શનને પૂરતી તક આપીશું (સંપૂર્ણ સમાચાર વાંચો) 6. ધર્મઃ શું જીવનમાંથી સમસ્યાઓ ક્યારેય પૂરી થશે ખરી?:સંતે ગાયોના ઉદાહરણ દ્વારા આપ્યો આંખ ઉઘાડનારો જવાબ (સંપૂર્ણ સમાચાર વાંચો) 🗣️ ચર્ચિત નિવેદન 😲 અજબ ગજબ શરાબ માટે કોંગ્રેસ ભવનમાંથી 70 નળની ટોટીઓ ચોરી અંબિકાપુરમાં કોંગ્રેસ કાર્યાલયમાંથી 73 નળની ટોટીઓ ચોરી કરનારા 3 આરોપીઓ પકડાયા છે. 20 દિવસ પહેલા ચોરો ટોટીઓ ઉખાડીને વોશરૂમના ફ્લોર પર 'I Love You' લખી ગયા હતા. લાખો રૂપિયાની ટોટીઓ તેમણે દારૂ પીવા માટે ભંગારમાં માત્ર 600 રૂપિયામાં વેચી દીધી. 📸 ફોટો, જે પોતે સમાચાર છે 🌟 ભાસ્કરની એક્સક્લૂસિવ સ્ટોરીઝ, જે સૌથી વધારે વંચાઈ 1. Editor’s View: મોદીના મંત્રી પહેલો ટાર્ગેટ:કોકરોચ પાર્ટીનો માસ્ટર પ્લાન તૈયાર, શનિવારે જંતર-મંતર પર આંદોલન, દીપકેની ધરપકડ થશે તો શું થશે? ચાર તર્કથી ભલભલા સળવળ્યા 2. 17 વર્ષની ઉંમરે થઈ ગઈ 70 વર્ષની વૃદ્ધા:ચામડીમાં કરચલીઓ પડી, લોકો ભૂત કહે છે; પ્રોજેરિયાથી બીમાર બહેનોની કહાની 3. શ્રીદેવીની દીકરી હોવાથી જાન્હવી કપૂરને કામ મળ્યું?:મહારાષ્ટ્રના પૂર્વ CMના ઘરની પુત્રવધૂ બનશે! મમ્મીના મોત બાદ સાવકા ભાઈ-બહેનો સાથે સંબંધો ગાઢ બન્યા 4. સાયલા હાઇવે પર ભયાનક 'ડસ્ટ ડેવિલે' મચાવી તબાહી:તોતિંગ ટ્રકને રમકડાંની જેમ પલટી નાખી, નજરે જોનારા બોલ્યા-આવું દ્રશ્ય ક્યારેય નથી જોયું, માટીનો મેક અપ કર્યો હોય તેવું લાગ્યું 5. શું 4 વર્ષ પછી એક થશે ઉદ્ધવ-શિંદેની શિવસેના:MLC ચૂંટણીમાં ખેંચતાણ, કાર્યકર્તા બોલ્યા- વિચારધારા એક, હાઈકમાન્ડના ઓર્ડરની રાહ 6. સિનિયર પત્રકાર સાથે થયો 'વોટ્સએપ સ્કેમ':મિત્રના નંબર પરથી પૈસા માંગતો મેસેજ આવે તો સાવધાન, જાણો હેકર્સ કેવી રીતે જાળ પાથરે છે 7. CMએ ફોન ના ઉપાડ્યો ને દાવ થયો:ભાજપના મોટા નેતા પબ્લિક સામે ભોંઠા પડ્યા; રાજભાના વિવાદમાં ઈટાલિયા કુદ્યા, એક લેટરથી ભડકો થયો 🌍 કરંટ અફેર્સ ⏳ આજના દિવસનો ઈતિહાસ 📊 માર્કેટની સ્થિતિ 🌦️ મોસમનો મિજાજ શનિવારનું રાશિફળ: મિથુન રાશિના જાતકોને લાભદાયક પરિણામો મળશે, કુંભ રાશિના લોકો માટે આજનો દિવસ અતિશય દોડધામવાળો રહેશે (સંપૂર્ણ રાશિફળ વાંચો)
Click here to Read more
